એડિલેડ 

ઑસ્ટ્રેલિયાના ઝડપી બોલર જોશ હેઝલવુડ એ કમાલ કરતા ભારતને દિવસની પહેલી જ ઓવરમાં બે ઝાટકા આપ્યા હતા. તેણે પહેલાં બોલ પર મયંક અગ્રવાલ (9) ને પેવેલિયન મોકલ્યો,ત્યારબાદ રહાણે (0) પેનના હાથે કેચ આઉટ થઇ ગયો. ત્યારબાદ વિરાટ કોહલી (4)ને કમિન્સે ગ્રીનના હાથે કેચ કરાવી દીધો, આથી ભારતનો સ્કોર 8 વિકેટે 26 રન રહ્યો.

પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે જોરદાર કમાલ દેખાડી અને દિવસની પહેલી જ ઓવરમાં તેણે 2 વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ બોલ પર મયંક અગ્રવાલ (9) ને પેવેલિયન મોકલ્યો અને ત્યારબાદ 5 મા બોલ પર રહાણે (0) પેનનો કેચ આઉટ કરાવી દીધો.

પ્રથમ ટેસ્ટ મેચમાં બીજા દિવસે ભારતીય બોલરોનો દબદબો હતો. ભારતીય ટીમ પ્રથમ દાવમાં 244 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, ત્યારબાદ યજમાનોની શરૂઆત ખરાબ રહી હતી. મહેમાન ટીમના બોલર્સએ દબાણ જાળવી રાખ્યું હતું. કેપ્ટન ટિમ પેન (73*) એ શાનદાર અડધી સદી ફટકારી. ભારત માટે ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને 55 રન આપીને સૌથી વધુ 4 વિકેટ લીધી હતી જ્યારે પેસર ઉમેશ યાદવે 40 રન આપીને 3 વિકેટ લીધી હતી. જસપ્રિત બુમરાહને બે વિકેટ મળી હતી.