ન્યૂ દિલ્હી

શુક્રવારે પોલેન્ડ ઓપનના 53 કિગ્રામાં ભારતના સ્ટાર રેસલર વિનેશ ફોગાટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ફાઇનલમાં યુક્રેનની ક્રિસ્ટિના બેરેઝા સામે એક પણ પોઇન્ટ ગુમાવ્યો ન હતો અને 8-0થી જીત મેળવી હતી. 26 વર્ષીય વિનેશનું મોસમનું આ ત્રીજું ટાઇટલ છે, જેણે માર્ચમાં મેટ્ટીયો પેલિકન અને એપ્રિલમાં એશિયન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેળવ્યો હતો. આ જીત સાથે એવું લાગે છે કે વિનેશ ટોક્યો ઓલિમ્પિક્સમાં ટોચનો ક્રમાંકિત રેસલર બનશે. વિનેશે 'ડબલ-લેગ એટેક'થી તેના મોટાભાગના પોઇન્ટ બનાવ્યા જ્યારે 2019 યુરોપિયન સિલ્વર મેડલ જીતનાર બેરેજા આખા ફેરોમાં રક્ષણાત્મક રહ્યા.