લોકસત્તા ડેસ્ક  

ફુટબોલ ક્લબ જુવેન્ટસ સુપરસ્ટાર અને પોર્ટુગલ ફૂટબોલ ટીમના કેપ્ટન ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ ઓલ-ટાઇમ ગોલસ્કોરિંગ ચાર્ટમાં બ્રાઝિલના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ફુટબોલર પેલેને પાછળ છોડી દીધા છે. 35 વર્ષના રોનાલ્ડોએ રવિવારે ઉડિનીસ સામે પહેલા હાફમાં પેલે સાથે મેચ કરી અને પછી બીજા હાફમાં બીજો ગોલ કરીને પેલેને પાછળ છોડી દીધો.

રોનાલ્ડો પાસે હવે કુલ 758 ગોલ છે, જ્યારે પેલેના 757 ગોલ છે. બિકાન એકમાત્ર ફૂટબોલ ખેલાડી છે જેના ખાતામાં રોનાલ્ડો કરતા વધુ ગોલ છે. બિકાને 1931 થી 1955 વચ્ચે 530 મેચમાં કુલ 805 ગોલ કર્યા હતા. ચાહકો આ મહાન સિદ્ધિ બાદ રોનાલ્ડોને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે. ગયા વર્ષે રોનાલ્ડોએ 700 ગોલના લક્ષ્યાંકને સ્પર્શ કર્યો હતો.