વેલિંગ્ટન,તા૩

ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને ૧૭૨ રને હરાવ્યું હતું. ૩૬૯ રનના લક્ષ્યાંક સામે ન્યૂઝીલેન્ડ ચોથા દિવસે તેની બીજી ઇનિંગમાં ૧૯૬ રન જ બનાવી શકી હતી. પ્રથમ દાવમાં ૧૭૪ રનની અણનમ ઇનિંગ રમનાર કેમેરોન ગ્રીન પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયાએ ૩૮૩ રન અને ન્યુઝીલેન્ડે ૧૭૯ રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા ૧૬૪ રન સુધી સીમિત રહ્યું હતું પરંતુ કિવી ટીમ પણ માત્ર ૧૯૬ રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાએ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ પાર્ક સ્ટેડિયમમાં પ્રથમ મેચ જીતીને શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ ક્રાઈસ્ટચર્ચમાં ૮ માર્ચથી રમાશે.ન્યૂઝીલેન્ડની હાર સાથે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ઉ્‌ઝ્ર)ના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. ન્યુઝીલેન્ડ બીજા સ્થાને અને ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને રહ્યું.હોમ ટીમ ચોથા દિવસે ટકી શકી ન હતીન્યૂઝીલેન્ડે ચોથા દિવસે તેનો બીજાે દાવ ૧૧૧/૩ના સ્કોર સાથે આગળ વધાર્યો હતો. ટીમ તરફથી રચિન રવિન્દ્રએ ૫૬ રન અને ડેરીલ મિશેલે ૧૨ રન બનાવીને પોતાની ઇનિંગને આગળ ધપાવી હતી. રચિન ૫૯ રન બનાવીને વહેલો પેવેલિયન પરત ફર્યો હતો. જે બાદ ટીમને સતત બે વધુ આંચકાઓ લાગ્યા હતા. ગ્લેન ફિલિપ્સે એક રન બનાવ્યો અને ટોમ બ્લંડેલ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.ડેરીલ મિશેલ અને સ્કોટ કુગેલેઈને ટીમના સ્કોરને ૧૫૦ રનની પાર પહોંચાડ્યો હતો. કુગલેઇજન ૨૬ રન બનાવીને આઉટ થયો હતો, તેના પછી મેટ હેનરી માત્ર ૧૪ અને ટિમ સાઉથી માત્ર ૭ રન બનાવી શક્યો હતો. અંતે મિશેલ ૧૩૦ બોલમાં ૩૮ રન બનાવીને આઉટ થયો હતો અને ટીમ ૧૯૬ રનમાં સમેટાઈ ગઈ હતી.રચિન રવિન્દ્ર ચોથા દિવસે લાંબો સમય ટકી શક્યો નહોતો અને ન્યુઝીલેન્ડની ટીમ બેકફૂટ પર આવી ગઈ હતી.બંને ટીમોએ વેલિંગ્ટન પિચને સમજવામાં ભૂલ કરી અને વધારાના પેસરને તક આપી. બીજા દિવસથી જ પીચ પર ટર્ન જાેવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ દાવમાં ૪ વિકેટ ઝડપનાર નાથન લિયોને બીજી ઇનિંગમાં ૬ વિકેટ ઝડપી હતી.પાર્ટ ટાઇમ ઓફ સ્પિનર ટ્રેવિસ હેડને પણ સફળતા મળી હતી. કેમરૂન ગ્રીને એક વિકેટ લીધી હતી જ્યારે જાેશ હેઝલવુડને પણ ૨ વિકેટ મળી હતી.ઓસ્ટ્રેલિયા સામેની હાર સાથે ન્યુઝીલેન્ડને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ઉ્‌ઝ્ર) પોઈન્ટ ટેબલમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે. ટીમના હવે ત્રીજી શ્રેણીમાં ૬૦% પોઈન્ટ છે. જ્યારે ટીમ ઈન્ડિયાના ૬૪.૫૮% પોઈન્ટ છે. ભારતે હવે ૭ માર્ચથી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ રમવાની છે. આ જીતીને ટીમ ટોપ પર પોતાનું સ્થાન મજબૂત કરી શકે છે.બીજી તરફ ઉ્‌ઝ્ર ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવીને ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. ટીમ તેની ચોથી ટેસ્ટ શ્રેણી રમી રહી છે અને તેણે ૫૯.૦૯% પોઈન્ટ બનાવ્યા છે.ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા તેની બીજી ઇનિંગમાં માત્ર ૧૬૪ રન બનાવી શકી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ઓફ સ્પિનર ગ્લેન ફિલિપ્સે ૫ વિકેટ ઝડપી હતી. કેન વિલિયમસન પ્રથમ દાવમાં ૦ રન અને બીજા દાવમાં ૯ રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. દિવસની રમતના અંત સુધીમાં ન્યુઝીલેન્ડે તેના બીજા દાવમાં ૩ વિકેટે ૧૧૧ રન બનાવી લીધા હતા. ટીમને ૩૬૯ રનનો ટાર્ગેટ મળ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો...બીજા દિવસે ન્યુઝીલેન્ડ ઓલઆઉટકેમરૂન ગ્રીનની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ૩૮૩ રન બનાવ્યા હતા. ગ્રીન ૧૭૪ રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. ન્યૂઝીલેન્ડ તેની પ્રથમ ઇનિંગમાં માત્ર ૧૭૯ રન જ બનાવી શકી હતી. ગ્લેન ફિલિપ્સે ૭૧ રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોને ૪ વિકેટ ઝડપી હતી.