ન્યૂ દિલ્હી

રાષ્ટ્રીય કક્ષાની ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની બીજી સીઝન માટે રવિવારે એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. રમત મંત્રી કિરેન રિજિજુ અને કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ કહ્યું કે આ વખતે કર્ણાટકમાં આ રમતોનું આયોજન કરવામાં આવશે.

મંત્રીએ જણાવ્યું હતું કે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની બીજી સીઝન બેંગ્લોરની જૈન યુનિવર્સિટી સહિત અન્ય ઘણા સ્થળોએ યોજાશે. ભારતીય યુનિવર્સિટીઓના એસોસિએશનના સહયોગથી આ આયોજન કરવામાં આવશે. જણાવી દઈએ કે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ એ ભારતમાં રાષ્ટ્રીય કક્ષાએ યોજાનારી સૌથી મોટી યુનિવર્સિટી ગેમ્સ છે. આમાં વિવિધ રમતમાંથી પ્રતિભાની પસંદગી કરવામાં આવે છે અને તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયમાં રમવાનો મોકો મળે છે.

આ ટૂર્નામેન્ટની પ્રથમ સીઝન ફેબ્રુઆરી ૨૦૨૦ માં ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાઇ હતી. તે સમયે દેશભરની યુનિવર્સિટીઓ અને કોલેજોના અન્ડર ૨૫ જૂથોમાં ૩૧૮૨ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

આ વર્ષે તેમાં યોગાસન અને મલખંભનો સમાવેશ કરવામાં આવ્યો છે જે આ વખતે ખેલાડીઓની સંખ્યા વધારીને ૪૦૦૦ કરતા વધુ થવાની ધારણા છે.