લિસ્બન 

દુનિયાના દિગ્ગજ ફુટબોલરોમાં સામેલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોર્ટુગલ ફુટબોલ મહાસંઘે આ વાતની પુષ્ટિ કરી છે.ફેડરેશને મંગળવારે કહ્યુ કે, રોનાલ્ડોનો કોવિડ-19નો ટેસ્ટ કરવામાં આવ્યો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ફેડરેશને આ સાથે કહ્યું કે, રોનાલ્ડોની સ્થિતિ સારી છે અને તેમાં આ ઘાતક વાયરસના કોઈ લક્ષણ નથી.  

રોનાલ્ડોનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અન્ય ખેલાડીઓ વિશે ચિંતા વધી ગઈ છે કારણ કે તેણે આશરે 17 કલાક પહેલા ટીમના સાથી ખેલાડીઓ સાથે એક તસવીર શેર કરી હતી. પરંતુ ફેડરેશને આ વિશે કોઈ જાણકારી આપી નથી કે ટીમમાં કોઈ અન્ય ખેલાડી કોરોનાથી સંક્રમિત થયા છે કે નહીં.

રોનાલ્ડોને બુધવારે સ્વીડન વિરુદ્ધ પોર્ટુગલ નેશન્સ લીગ મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.