અમદાવાદ-

અમદાવાદની માના પટેલ એ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. માના પટેલ ટોકિયો ઓલમ્પિકમાં બેક્સ્ટ્રોક સ્વિમર તરીકે ક્વોલિફાય થઈ છે. પ્રથમ મહિલા બેક્સ્ટ્રોક તરીકે ક્વોલિફાય થઈ અને ગુજરાતનું ગૌરવ વધાયું છે. કેન્દ્રિય મિનિસ્ટર કિરણ રજ્જુએ ટ્વિટ કરીને માહિતી આપી હતી. જોકે ટોકિયો ઓલમ્પિકમાં તેઓ ભારતનું નેતૃત્વ કરશે. 21 વર્ષીય માના આંતરરાષ્ટ્રીય ઓલમ્પિકમાં ભાગ લઈને અને દેશનું નામ વધાર્યું છે. માના પટેલ જાપાન ઓલમ્પિકમાં 100 મીટર બેકસ્ટ્રોકમાં ભાગ લેશે.માના પટેલ એ અત્યાર સુધીમાં 1 ગોલ્ડ અને 4 સિલ્વર મેડલ મેળવ્યા છે.

માના પટેલ એ આ વિષે જનસત્તા લોકસતા સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે મને ખૂબ જ ખુશી છે કે મારૂ સિલેક્શન થયું છે. આ ઓલમ્પિકમાં હું ભારતનું નેતૃત્વ કરીશ એ પણ મારા માટે ખુશીની વાત છે. મારા પગની ઇજાના કારણે હું થોડા સમયથી આરામ પર હતી. પરંતુ આ વર્ષે મે બેક કર્યું છે અને મને આ ચાન્સ મળ્યો છે. જોકે માના એ અગાઉ પણ 2015માં સ્વિમર તરીકે ભાગ લીધો હતો અને તેમણે સિલ્વર મેડલ પણ મેળવ્યું હતું. માનાની ઉપલબ્ધિ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિજય નેહરાએ ટ્વીટ કરીને અભિનંદન આપ્યા હતા.