બ્યુનોસ આયર્સ

મંગળવારે અહીંની ત્રીજી પ્રેક્ટિસ મેચમાં જ્યારે ઓલિમ્પિક ચેમ્પિયન ટીમે તેમને ૧-૦થી હરાવી ત્યારે ભારતીય પુરુષ હોકી ટીમને આજેર્ન્ટિના પ્રવાસ પર પહેલી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચનો એકમાત્ર ગોલ લુકાસ તોસ્કાનીએ આઠમી મિનિટમાં કર્યો હતો. એફઆઇએચ હોકી પ્રો લીગની બે મેચોમાં ભારતે આજેર્ન્ટિનાને પરાજિત કર્યું હતું. બંને ટીમો નિયમિત સમય બાદ ૨-૨થી બરાબર હોય ત્યારે ભારતે પ્રથમ મેચ શૂટઆઉટમાં જીતી હતી. ત્યારબાદ મુલાકાતી ટીમે બીજી મેચમાં ૩-૦થી જીત મેળવી હતી.

યુવા ભારતીય ગોલકીપર કૃષ્ણ પાઠક જે પોતાની ૫૦ મી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો હતો તેણે ઘણા સારા સંરક્ષણ આપ્યા, નહીં તો ભારતની હારનો તફાવત વધારે હોત. શિલાનંદ લકરા અને મનદીપસિંહે ભારત માટે કેટલીક સારી તકો કરી હતી પરંતુ તે આજેર્ન્ટિનાના અનુભવી ગોલકીપર જુઆન મેન્યુઅલ વિવલ્ડીને હરાવવામાં નિષ્ફળ ગયો હતો. બંને ટીમો વચ્ચે ચોથી પ્રેક્ટિસ મેચ બુધવારે રમાશે.