નવી દિલ્હી

આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020નું આયોજન UAEના ત્રણ શહેરોમાં કરવામાં આવ્યું. ફાઈનલ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં રોહિત શર્માની કેપ્ટનીવાળી મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હીને હરાવીને રેકોર્ડ પાંચમીવાર IPLના ટાઈટલ પર કબજો કર્યો. 10 નવેમ્બરે ફાઈનલ મેચ પહેલા જ એક વાતે જોર પકડ્યો હતો કે આવતા વર્ષે એટલે કે વર્ષ 2021મા થનારી IPLમા BCCI બે નવી ફ્રેન્ચાઈઝીને આ લીગમાં સામેલ કરશે. જોકે હવે એક નવા રિપોર્ટ અનુસાર BCCI હવે IPL 2021મા નવી ટીમો જોડવાના પક્ષમાં નથી અને નવી ટીમો હવે વર્ષ 2022મા જોડાય તેવી સંભાવના છે. 

એક રિપોર્ટ મુજબ, BCCIએ કહ્યું કે IPL 2021મા બે નવી ટીમ લોન્ચ કરવા માટે સમય ઘણો ઓછો છે અને તે પહેલા ઓક્શન પણ થવાની છે. એવામાં બે નવી ટીમ જોડવામાં ઘણી પરેશાની થશે. તેના કારણે બોર્ડે એ નિર્ણય લીધો છે કે IPL 2021મા 8 ટીમ અને વર્ષ 2022ની સીઝનમાં 10 ટીમો સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે BCCI, IPL શરૂ થયા પહેલા ફેબ્રુઆરીથી એપ્રિલ વચ્ચે ઑક્શનનું આયોજન કરી શકે છે. IPL 2021મા બે નવી ટીમ જોડવાથી બોર્ડ અને ઓ 8 ફ્રેન્ચાઈઝીઓને ફાયદો થશે કેમકે બંને જ આ મેગા ઓક્શનથી બચી જશે. 

ટીમોને જોડાવાની અવધિ વધવાની સાથે બોર્ડને એ ફાયદો થશે કે તેને ટાઈટલ સ્પોન્સરશીપ અધિકાર વેચવાની સરળતા હશે. આ સમયે ટાઈટલ સ્પોન્સરશીપ ડ્રીમ 11 પાસે છે. એક અન્ય કારણ આપતા બોર્ડે કહ્યું હતું કે સ્ટાર સ્પોર્ટ્સ સાથે તેમનો કોન્ટ્રેક્ટ 2021મા પૂરો થઈ રહ્યો છે, એટલે 2022મા નવી ટીમો સાથે IPLનું આયોજન સંભવ થઈ શકે છે. જો IPL 10 ટીમો સાથે થાય છે તો તેની વેલ્યૂ હજુ વધી જશે. 10 ટીમનો અર્થ કુલ 94 મેચોની ટુર્નામેંટ. એટલે હાલની પરિસ્થિતિમાં એવું સંભવ થતું દેખાઈ રહ્યું નથી. IPL 2020 પૂરી થતાંની સાથે જ આ વાતની ચર્ચાએ જોર પકડ્યો હતો કે IPLની 9મી ટીમના રૂપે અમદાવાદ ફ્રેન્ચાઈઝી જોડાશે, તો 10મી ટીમ માટે કાનપુર, લખનૌ અને પૂણે રેસમાં હતી.