નવી દિલ્હી

પાકિસ્તાની પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર  એ જસ્પ્રિત બુમરાહ  ને હાલના બોલરોમાં ચતુર બોલર તરીકે ગણાવ્યો છે. તેણે કહ્યુ કે જે કળા ક્યારેક પાકિસ્તાનના બોલરો ઉપયોગ કરતા હતા એ હવે બુમરાહ કરી રહ્યો છે. ક્રિકેટમાં સૌથી ઝડપી બોલરોમાંથી એક શોએબ અખ્તર બુમરાહ ના કૌશલ થી પ્રભાવિત છે.

અખ્તરે એક ચેનલ સાથે વાતચીત દરમ્યાન બુમરાહના કૌશલ્ય અંગે કહ્યુ હતુ. શોએબે કહ્યુ હતુ કે, ભારતનો કે કદાચ પહેલો બોલર છે જે પિચ પર ઘાસ જોવાના પહેલા જ હવા ની દિશા અને ઝડપ ને જાણી લે છે. આ કળા પહેલા પાકિસ્તાનના બોલર પાસે હતી. અમે જાણતા હતા કે હવાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે. તેણે વાસિમ અક્રમ  અને વકાર યુનૂસ  નુ પણ ઉદાહરણ આપતા સમજાવ્યુ કે તેઓ પણ કેવી રીતે હવાનો ઉપયોગ કેવી રીતે કરતા હતા. 

શોએબે કહ્યુ કે, હું અને વાસિમ ભાઇ, વકાર ભાઇ હવાની ગતી અને દિશા જોઇને એ નક્કિ કરતા હતા કે કયા છેડે થી બોલીંગ કરવા થી અમને રિવર્સ સ્વિંગ મળશે. અખ્તરે આગળ કહ્યુ કે, અમે ઝડપી બોલીંગની મિકેનિક અને એરો ડાયનામિક્સને જાણતા હતા. અમને જાણકારી હતી કે, દિવસમાં કયા સમયે કેટલી સ્વિંગ મળી રહેશે. હું માનુ છુ કે, બુમરાહ આ પ્રકારની ચિજોને જાણે છે.

તેણે કહ્યુ, મહંમદ આસિફ અને મહંમદ આમિરના ઉપરાંત ચતુરાઇના મામલામાં બુમરાહ સૌથી કાબેલ બોલર છે. બુમરાહ લગભગ પાંચ સેકંડમાં બેટ્સમેનને ડરાવી દે છે. વિકેટ લેવાની ક્ષમતાને કારણે જ ફક્ત પાંચ સેકંડના રનઅપમાં બેટ્સમેનને ડરાવી શકે છે.