ન્યૂ દિલ્હી

ફ્રેન્ચ મિડફિલ્ડર પોલ પોગ્બાએ મંગળવારે ન્યૂઝ કોન્ફરન્સની શરૂઆત પહેલાં ટેબલ પરથી હેઇનકેન બિયરની બોટલ હટાવી લોકોને આશ્ચર્યચકિત કર્યા. એક દિવસ અગાઉ પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિઆનો રોનાલ્ડોએ ન્યૂઝ કોન્ફરન્સ પહેલાં ટેબલ પર રાખેલી કોકા-કોલાની બોટલ હટાવી હતી. જર્મની સામેની મેચમાં ફ્રાન્સની જીત બાદ પોગબાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જ્યારે પોગ્બા ન્યૂઝ કોન્ફરન્સ માટે આવ્યા ત્યારે તેણે સામે બિયરની બોટલ જોઈ જે તેણે હટાવી નાખી.

હેઇનકેન યુઇએફએ યુરોના સત્તાવાર પ્રાયોજક છે. કંપનીએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. સોમવારે ક્રિસ્ટિઆનોએ કોકાકોલાની બે બોટલ હટાવી હતી અને લોકોને પાણી પીવાનું સૂચન કર્યું હતું. જો કે યુઇએફએ સત્તાવાળાઓ દ્વારા આ બંને ખેલાડીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે, કારણ કે આ બંને બ્રાન્ડ યુરો કપના સત્તાવાર પ્રાયોજકો છે.

આ બંને ખેલાડીઓને દંડ થઈ શકે છે. ક્રિસ્ટિઆનોએ કોકા-કોલા બોટલ હટાવી પછી કંપનીના શેરના ભાવમાં પણ ઘટાડો થયો હતો. ક્રિસ્ટિયાનોનો બોટલ હટાવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર શેર કરવામાં આવ્યો હતો.