ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડની તાલિબાનને ચેતવણી : જો મહિલાઓની ખેલ પર પાબંદી લગાવી તો પુરુષોની ટીમ સાથેની પ્રથમ ટેસ્ટ રદ્દ
09, સપ્ટેમ્બર 2021

ઓસ્ટ્રેલિયા-

અફઘાન મહિલાઓ પર તાલિબાન પ્રતિબંધો વચ્ચે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે તાલિબાનને ચેતવણી આપી છે. તેણે કહ્યું છે કે જો તાલિબાન મહિલાઓને રમવા પર પ્રતિબંધ લગાવે તો અફઘાનિસ્તાનની પુરુષ ટીમ સાથે નવેમ્બરમાં પ્રસ્તાવિત પ્રથમ ટેસ્ટ મેચ રદ કરવામાં આવશે.

ઓસ્ટ્રેલિયાએ આ ચેતવણી આપી છે, જેમાં તાલિબાન કલ્ચર કમિશનના વડા અહમદુલ્લાહ વાસિકે જણાવ્યું હતું કે મહિલાઓ અમારા શાસનમાં ક્રિકેટ કે અન્ય કોઈ રમત રમશે નહીં. વસિકે કહ્યું હતું કે ક્રિકેટમાં મહિલાઓને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે કે તેમનો ચહેરો અને શરીર ઢંકાયેલું ન હોય અને ઇસ્લામ આની મંજૂરી આપતું નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution