નવી દિલ્હી

રાષ્ટ્રીય એન્ટી-ડોપિંગ એજન્સી (નાડા) ની શિસ્ત સમિતિએ મંગળવારે વેઇટલિફ્ટર માધવન આર અને બોક્સર રૂચિકાને તેના કોડના ભંગ બદલ પ્રતિબંધ મૂક્યો હતો. નાડાની શિસ્ત સમિતિ (એડીડીપી) એ પ્રતિબંધિત પદાર્થો ફેંટરમાઈન અને મેફેંટરમિનના સકારાત્મક પરીક્ષણ માટે વેટલિફ્ટર માધવન પર ચાર વર્ષનો પ્રતિબંધ લાદ્યો હતો.

(એડીડીપી) એ રુચિકા પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. તે પ્રતિબંધિત પદાર્થ ફ્યુરોસેમાઇડનો ઉપયોગ કરવા માટે પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.નાડાએ ટ્‌વીટ કરીને આ વિશે માહિતી આપી હતી.

નાડાએ ટિ્‌વટર પર લખ્યું કે, વેઈટ લિફ્ટર માધવન આર પ્રતિબંધિત પદાર્થો ફેંટરમાઇન અને મેફેંટરમિન લેવા માટે પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. એડીડીપીએ તેમના પર ચાર વર્ષનો પ્રતિબંધ લાદી દીધો. નાડાએ ટિ્‌‌વટ કર્યું હતું કે, “મુક્કાબાજી રુચિકાને પ્રતિબંધિત પદાર્થ ફ્યુરોસેમાઇડનો ઉપયોગ કરવામાં પોઝિટિવ લાગ્યો. એડીડીપીએ તેમના પર બે વર્ષનો પ્રતિબંધ લાદ્યો છે. " આ ખેલાડીઓને પ્રતિબંધ સામે એડીડીપી ઉચ્ચ સ્તરીય સમિતિ 'એન્ટી ડોપિંગ અપીલ સમિતિ (એડીએપી)' ને અપીલ કરવાની તક મળશે.