દુબઈ

ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેદાન પર ઉતરનારા એરોન ફિંચે એક અદભૂત રેકોર્ડ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયન ટી૨૦ ક્રિકેટ ટીમનો આ કેપ્ટન ગઈકાલની મેચમાં રમવાની સાથે ૈંઁન્માં આટ ટીમો માટે રમનારો પ્રથમ બેટ્‌સમેન બન્યો છે. આઈપીએલમાં એરોન ફિંચની આ ૧૦મી સિઝન છે અને તેમાં તે માત્ર બે વાર જ એક ટીમ તરફથી સતત બે સિઝન રમ્યો છે. પ્રથમવાર ફિંચ આઈપીએલ ૨૦૧૦માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ બે સિઝન માટે તે દિલ્હી ડેરડેવિલ્સનો હિસ્સો બન્યો.

આઈપીએલ-૨૦૧૩માં ફિંચે પૂણે વોરિયર્સ તરફથી રમ્યો. ત્યારબાદ આઈપીએલ-૨૦૧૪માં તે સનરાઇઝર્સ હૈદરાબાદમાં જાેડાયો હતો અને આઈપીએલ ૨૦૧૫માં મુંબઇ ઇન્ડિયન્સએ તેને પોતાની ટીમમાં ખરીદ્યો હતો. મુંબઈ તરફથી તેને ફક્ત ત્રણ મેચ રમવાની તક મળ્યા બાદ ફિંચ બીજી સિઝનમાં ગુજરાત લાયન્સમાં પહોંચ્યો અને ત્યાં તે બે સિઝન માટે રોકાઈ ગયો. આઈપીએલ ૨૦૧૮માં ગુજરાત લાયન્સની આઇપીએલની સફર પૂરી થવાને કારણે તેને ફરીથી નવી ટીમ શોધવી પડી. ત્યારબાદ તેને કિંગ્સ ઇલેવન પંજાબની ટિકિટ મળી. આઇપીએલ ૨૦૧૯માં વ્યક્તિગત કારણોસર ફિંચે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

આ કારણે તેને ફરીથી આઈપીએલ ૨૦૨૦ માટે નવી ટીમમાં સ્થાન મળ્યું અને આ વખતે વિરાટ કોહલીએ તેનામાં વિશ્વાસ દાખવ્યો અને પોતાની ટીમમાં લીધો. ફિંચની આઈપીએલની સફર બહુ અસરકારક રહી નથી. ફિંચે અત્યાર સુધીમાં ૭૬ આઈપીએલ મેચ રમી છે, તેણે માત્ર ૧૭૬૬ રન બનાવ્યા છે, જેમાં તેની સરેરાશ ૨૬.૩૫ છે. જાેકે, તેણે ૧૩૦ના સ્ટ્રાઇક રેટથી આ રન બનાવ્યા છે અને કદાચ તેના જ કારણે ટીમોએ તેના પરનો વિશ્વાસ ક્્યારેય ગુમાવ્યો નથી. આઈપીએલમાં તેણે ૧૩ વખત ૫૦ રન બનાવ્યા છે, અને ૧૭૭ ચોગ્ગા અને ૬૯ છગ્ગા ફટકાર્યા છે.