ન્યૂ દિલ્હી

નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (એનઆરએઆઈ) એ બુધવારે ડબલ ટ્રેપ વર્લ્ડ ચેમ્પિયન અંકુર મિત્તલ અને ઓલિમ્પિક ક્વોલિફાયર અંજુમ મૌદગિલને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે ભલામણ કરી છે. મિત્તલે ૨૦૧૮ માં ડબલ ટ્રેપ વર્લ્ડ ટાઇટલ જીત્યું અને તે જ વર્ષે અર્જુન એવોર્ડ મેળવ્યો. અંજુમે ૨૦૧૮ ની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો છે અને તેને ૨૦૧૯ માં અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.

એનઆરએઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે પણ બંને નામોની ભલામણ એક જ વર્ગમાં કરવામાં આવી હતી. એનઆરએઆઈએ બે શૂટર ઇલાવેનિલ વલારીવાન અને અભિષેક વર્માના નામની ભલામણ અર્જુન એવોર્ડ માટે કરી છે. ઈલાવેનિલ મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલમાં વિશ્વની પ્રથમ નંબરની શૂટર છે અને પુરુષોની ૧૦ મીટર એર પિસ્તોલ રેન્કિંગમાં અભિષેક ટોચ પર છે. ૫૦ મી પિસ્તોલ વર્લ્ડ ચેમ્પિયન ઓમપ્રકાશ મિથરવાલ પણ રાષ્ટ્રીય સન્માન માટેની દોડમાં છે. એનઆરએઆઈએ આ વર્ષે દ્રોણાચાર્ય એવોર્ડ માટે કોઈના નામની ભલામણ કરી નથી.