22, ઓક્ટોબર 2020
નવી દિલ્હી
દરેક વ્યક્તિ જે લગ્ન કરે છે તેની ઈચ્છા હોય છે કે તેનું વેડિંગ ફોટોશૂટ કોઈ સુંદર જગ્યાએ થાય. પહાડો વચ્ચે, બરફની ચાદરો વચ્ચે કે કોઈ કુદરતી જગ્યાએ. પરંતુ બાંગ્લાદેશની મહિલા ક્રિકેટર સંજિદા ઇસ્લામે કંઇક અલગ અંદાજમાં લગ્ન પહેલા ફોટોશૂટ કરાવ્યું છે.
પોતાના લગ્ન પહેલા સંજિદા ઇસ્લામે ફોટોશૂટઆઉટનું આયોજન કર્યું. ચોંકાવનારી વાત તે રહી કે સંજિદા ઇસ્લામે બેટ પકડીને ક્રિકેટની પિચ પર ફોટોશૂટ કરાવ્યું. એટલું જ નહીં સંજિદાએ પોતાની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ત્યારબાદ સંજિદા સાથે જોડાયેલી તસવીરો ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ હતી. ખુદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ આ તસવીરોને શેર કરી છે.
બાંગ્લાદેશની મહિલા ક્રિકેટર સંજિદા ઇસ્લામે આ તસવીરોમાં નારંગી રંગની સાડી સિવાય અનેક આભૂષણો પણ પહેર્યા છે. સંજિદાએ હાલમાં રંગપુરના એક પ્રથમ શ્રેણી ક્રિકેટર મિમ મોસાદેકની સાથે લગ્ન કર્યા છે. સંજિદાની વેટિંડ ફોટોશૂટઆઉટની તસવીરો આઈસીસીએ શેર કરતા લખ્યું- ડ્રેસ, જ્વેલરી, ક્રિકેટ બેટ, ક્રિકેટરનું વેડિંગ ફોટોશૂટ આવું હોવું જોઈએ.
તમને જણાવી દઈએ કે સંજિદાએ ઓગસ્ટ 2012મા આયર્લેન્ડ વિરુદ્ધ ટી20 મુકાબલાની સાથે આંતરરાષ્ટ્રીય પર્દાપણ કર્યું હતું. 2018મા તે બાંગ્લાદેશ ટીમની સભ્ય હતી, જેણે પ્રથમવાર એશિયા કપ ટી20નું ટાઇટલ જીત્યું હતું. સંજિદા ઇસ્લામે અત્યાર સુધી 16 વનડે અને 54 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ બાંગ્લાદેશ માટે રમી છે. સંજિદા બાંગ્લાદેશ ટીમની ટોપ ઓર્ડર બેટ્સમેન છે.