દુબઇ  

આરસીબી સામેની મેચમાં ઇશાન કિશન એ શાનદાર ઇનિંગ રમી અને 99 રન બનાવીને સદી ગુમાવી દીધી. ઇશાને તેની આતિશી ઇનિંગમાં 58 બોલનો સામનો કર્યો. ઇનિંગ્સમાં આ બેટ્સમેને 2 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. ઇશાન મુંબઈની ઇનિંગની અંતિમ ઓવરમાં આઉટ થયો હતો.

અંતે મેચ ટાઈ થઇ અને ટીમે સુપર ઓવરમાં જીત મેળવી હતી. ઇશાને 99 રનની ઇનિંગ્સમાં અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો. ઇશાન આઈપીએલના ઇતિહાસમાં 99 રન બનાવીને આઉટ થનાર ત્રીજો ખેલાડી છે. ઇશાન સિવાય આઈપીએલમાં 99 રનમાં આઉટ થયેલા ખેલાડીઓ વિરાટ કોહલી અને પૃથ્વી શો છે. આ સિવાય સુરેશ રૈના અને ક્રિસ ગેલ આઈપીએલમાં 99 રન બનાવીને અણનમ રહ્યા છે. 

આ સાથે, ઇશાન કિશન આઈપીએલના ઇતિહાસમાં ત્રીજો બેટ્સમેન છે, જેણે ડેબ્યૂ કર્યા વિના ભારતીય ટીમમાં સૌથી વધુ રન બનાવ્યા. પોલ વાલ્થાથીએ 2011 ની આઇપીએલમાં 120 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી, જ્યારે મનીષ પાંડેએ 2009 એપીએલમાં અણનમ 114 રન બનાવ્યા હતા.  

તમને જણાવી દઇએ કે આરસીબી અને મુંબઇ વચ્ચેની મેચનો નિર્ણય સુપરઓવર દ્વારા લેવામાં આવ્યો હતો. સુપરઓવરમાં મુંબઈએ 7 રન બનાવ્યા હતા જે સામેની ટીમમાં એબી અને કોહલીએ મળીને બનાવી દીધા હતા અને જીત મેળવી હતી.