મુંબઈ-

ટી 20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન 24 ઓક્ટોબરે લાંબા સમય બાદ એકબીજા સામે ટકરાશે. વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર આ મેચ પર છે. 17 ઓક્ટોબરથી શરૂ થનારા ટી 20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.

મલ્ટિપ્લેક્સ PVR સિનેમાએ શુક્રવારે માહિતી આપી કે, તેને ICC મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2021 દરમિયાન ક્રિકેટ મેચોની લાઈવ સ્ક્રીનિંગના રાઈર્ટસ મળ્યા છે. PVR જણાવ્યું કે, તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ સાથે તમામ ભારતીય મેચોની લાઇવ સ્ક્રીનીંગ માટે કરાર કર્યો છે, જેમાં ICC મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2021ની સેમીફાઇનલ અને ફાઇનલનો સમાવેશ થાય છે. આ મેચ નવી દિલ્હી, મુંબઈ, પુણે અને અમદાવાદ સહિત 35 થી વધુ શહેરોમાં 75 થી વધુ સિનેમાઘરોમાં દર્શાવવામાં આવશે.

ICC ટી 20 વર્લ્ડ કપ માટે આ 15 સભ્યોની ભારતીય ટીમ તેૈયાર છે વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી.