નવી દિલ્હી

ગયા વર્ષે ઓલિમ્પિકમાં ક્વોલિફાય થયા પછી પહેલી વખત રિંગમાં ઉતરેલી છ વખતની વિશ્વ ચેમ્પિયન એમસી મેરી કોમ (૫૧ કિગ્રા) અને કેસ્ટેલાનોમાં ચાલી રહેલ બોકસમ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટના સેમિફાઇનલમાં પહોંચ્યા બાદ મેડલ પાક્કું કર્યું હતું. મેરીકોમે ઇટાલીની જિઓર્દાના સોરેન્ટિનોને હરાવી. હવે તે અમેરિકાની વર્જિનિયા ફશ સામે રમશે.

આ પહેલા ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારો ભારતીય મુક્કાબાજ મનીષ કૌશિક (૬૩ કિગ્રા) ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યો હતો. વર્લ્‌ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા મનીષે મંગળવારે રાત્રે સ્પેનના અમારી રાદુઆને ૫-૦થી હરાવી અંતિમ આઠમાં પ્રવેશ મેળવ્યો હતો જેમાં તેનો સામનો કઝાકિસ્તાનના સુફ્યુલિન જાકીર સાથે થશે, જે બે વખત એશિયન રજત પદક વિજેતા છે.

કોમનવેલ્થ ગેમ્સના રજત ચંદ્રક વિજેતા કૌશિક જાેર્ડનમાં એશિયન ક્વોલિફાયરમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયાના એક વર્ષ પછી રીંગ પર પાછા ફરી રહ્યા છે. તે ઘૂંટણની ઈજાથી પરેશાન હતા.