ન્યુઝીલેન્ડ

ન્યુઝીલેન્ડ ક્રિકેટે ટીમની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ માટે ટીમની ઘોષણા કરી છે. વિશેષ વાત એ છે કે કેન વિલિયમસનની કેપ્ટનશીપ ટીમમાં ત્રણ અનકૅપ યુવાનોને પહેલીવાર તક આપવામાં આવી રહી છે.

ભારતીય ટીમના ખેલાડીઓ આ દિવસોમાં આઈપીએલમાં વ્યસ્ત છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની અંતિમ મેચ આઇપીએલ પછી તરત જૂનના મધ્યમાં રમાવાની છે. ટી -૨૦ અને વનડેમાં ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કરનાર સાઉથ આફ્રિકામાં જન્મેલા ડેવોન કન્વોયને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. આ સિવાય ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર અને ઝડપી બોલર જેકબ ડફીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.ન્યુઝિલેન્ડ ક્રિકેટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલ માટે ૨૦ સભ્યોની ટીમની ઘોષણા કરી છે.

કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ બ્લન્ડેલ, ટ્રેન્ટ બંલ્ટ, બ્રેસવેલ, ડેવોન કન્વોય, કોલીન ડી ગ્રાન્ડહોમ, જેકબ ડફી, મેટ હેનરી, કાયલ જેમ્સન, ટોમ લેથમ, ડેરિલ મિશેલ, હેનરી નિકોલ્સ, એજાઝ પટેલ, રૈહચિન રવિન્દ્ર, મિશેલ સેંટનર, ટિમ સાઉથી, રોસ ટેલર, નીલ વેગનર, બી.જે. વોટલિંગ અને વિલ યંગ.