દોહા

વર્લ્ડ ટેબલ ટેનિસ (ડબ્લ્યુટીટી) સ્ટાર કન્ટેન્ડર ટૂર્નામેન્ટમાં ભારતીય ટેબલ ટેનિસ મણિકા બત્રા અને જી સાથિયાંને પેહલા રાઉન્ડ માં પોતપોતાની મેચ જીતી લીધી હતી. કોમનવેલ્થ ગેમ્સની સુવર્ણચંદ્રક વિજેતા મણિકાએ મહિલા સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં ચાઇનીઝ તાઈપાઇ ની હિ્‌સન તેજાઇ ચેંગને ૩-૦ થી હરાવી હતી. તેણે તેની હરીફને ૧૧-૫, ૧૧-૯, ૧૧-૯થી હરાવી હતી.મણિકા રાઉન્ડ-૧૬ માં મંગળવારે વિશ્વની નંબર ૩ જાપાનની મીમા સામે ટકરાશે. 

પુરુષ સિંગલ્સમાં વર્લ્ડ નંબર ૩૭ જી સાથિયાંને ૪૦ મા ક્રમાંકિત ખેલાડી ઇમેન્યુઅલ લેબેસનને ૩-૨થી હરાવીને આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો. સાથિયાને લેબેસનને ૯-૧૧, ૭-૧૧, ૧૧-૭, ૧૧-૪, ૧૧-૪ થી હરાવ્યો. રાઉન્ડ -૧૬ માં સાથીયાનનો મુકાબલો હવે વર્લ્ડ નંબર ૫ જાપાનના હેરિમટો ટોમોકેજુ સાથે થશે.

દરમિયાન ચાર વખતની કોમનવેલ્થ ગેમ્સની સુવર્ણચંદ્રક વિજેતા અચંતા શરત કમલનો પ્રથમ રાઉન્ડમાં પ્યુઅર્ટો રિકોના બ્રાયન અફનાડોર સામે ટકરાશે.