દુબઈઃ 

મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ ધમાકેદાર પ્રદર્શન કરીને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. મુંબઈએ ક્વોલિફાયર-1મા દિલ્હી કેપિટલ્સ (DC)ને 57 રને કારમો પરાજય આપ્યો છે. મુંબઈની ટીમ અત્યાર સુધી ચાર વખત ટ્રોફી જીતી ચુકી છે અને પાંચમાં ટાઇટલ જીતવાની નજીક પહોંચી ગઈ છે. આ હાર બાદ દિલ્હીને ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક મળવાની છે. દિલ્હી હવે રવિવારે એલિમિનેટરની વિજેતા ટીમ સામે ટકરાશે. મુંબઈ ઈન્ડિયન્સને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 200 રન બનાવ્યા હતા. 

મુંબઈએ આપેલા 201 રનના વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત નિરાશાજનક રહી હતી. ટીમે શૂન્ય રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ ઓવરમાં પૃથ્વી શો અને રહાણાને શૂન્ય રન પર આઉટ કર્યા હતા. ત્યારબાદ બીજી ઓવરમાં બુમરાહે શિખર ધવનને શૂન્ય રને આઉટ કરીને મુંબઈને ત્રીજી સફળતા અપાવી હતી. ઈનિંગની ચોથી ઓવરમાં બુમરાહ ફરી ત્રાટક્યો અને શ્રેયસ અય્યર (12)ને આઉટ કરી દિલ્હીને ચોથો ઝટકો આપ્યો હતો.

દિલ્હીની ટીમને 41 રનના સ્કોર પર રિષભ પંત (3)ના રૂપમાં પાંચમો ઝટકો લાગ્યો હતો. આ સફળતા ક્રુણાલ પંડ્યાને મળી હતી. ત્યારબાદ માર્કસ સ્ટોયનિસ અને અક્ષર પટેલ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 71 રનની ભાગીદારી થઈ હતી. માર્કસ સ્ટોયનિસ 65 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. સ્ટોયનિસે 46 બોલમાં 6 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

ડેનિયલ સેમ્સ (0)ને બુમરાહે આઉટ કર્યો હતો. ઈશાન કિશન 33 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 42 રન ફટકારી પોલાર્ડનો શિકાર બન્યો હતો. રબાડા 15 રન બનાવી અણનમ રહ્યો હતો. મુંબઈ તરફથી બુમરાહે ચાર, બોલ્ટે બે, ક્રુણાલ પંડ્યા અને પોલાર્ડે એક-એક વિકેટ ઝડપી હતી.