સિડની 

ભારતે ત્રણ વનડે સીરિઝની પ્રથમ મેચમાં સિડની ખાતે 375 રનનો પીછો કરતા 9 ઓવરમાં 3 વિકેટે 80 રન કર્યા છે. શિખર ધવન 23 રને અને વિરાટ કોહલી 21 રને આઉટ થયો જયારે શ્રેયસ ઐયર 2 રન બનાવી શક્યો.આમ ભારતે માત્ર ૧૦ ઓવર પૂરી કર્યા વિના 3 વિકેટ ગુમાવી ચૂક્યુ છે.

મયંક અગ્રવાલ જોશ હેઝલવુડની બોલિંગમાં કવર્સ પોઇન્ટ પર ગ્લેન મેક્સવેલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 18 બોલમાં 2 ફોર અને 1 સિક્સની મદદથી 22 રન કર્યા હતા. તેમજ શિખર ધવન સાથે પ્રથમ વિકેટ માટે 5.2 ઓવરમાં 53 રનની ભાગીદારી કરી હતી.