ચેન્નાઇ,

સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે ૧.૨ કરોડમાં ખરીદ્યો છે. તેણે તાજેતરમાં દિવ્યભાસ્કર સાથેના ઇન્ટરવ્યૂમાં પોતાની ક્રિકેટિંગ જર્ની વિશે વાત કરી હતી. વરતેજ ગામના સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરિયા પરિવારનો ચેતન બાળપણથી ક્રિકેટનો જબરો શોખ ધરાવતો હતો, પરંતુ એક તબક્કે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઊભા થયા હતા, પરંતુ ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રખાવ્યું. બસ, અહીંથી ચેતને પાછું વળીને જોયું નથી ૨૨ વર્ષીય ફાસ્ટ બોલરે આ વખતે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ૪.૯૦ના ઈકોનોમી રેટથી રન આપતાં ૧૨ વિકેટ લીધી.