ટોક્યો

જો ટોક્યો ઓલિમ્પિક માટે આવતા ખેલાડીઓમાં કોવિડ-૧૯ ના નાના ચિહ્નો જોવા મળે છે તો પછી તેમને એકાંતમાં હોટલમાં રાખી શકાય છે. રવિવારે જાપાનની ન્યૂઝ એજન્સી અનુસાર આયોજકોએ જણાવ્યું હતું કે આયોજકો સ્પોર્ટ્‌સ ગામની પાસેની એક હોટલમાં ૩૦૦ રૂમ બુક કરવાની યોજના પર કામ કરી રહ્યા છે. એજન્સીએ આ યોજનાની જાણકારી ધરાવતા અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી હતી. આ રૂમ તે ખેલાડીઓ અથવા કોચિંગ સ્ટાફ માટે હશે જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. આ યોજનાઓ ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક રોગચાળા દરમિયાન આયોજનનું જોખમ જાહેર કરે છે.