નવી દિલ્હી

રેસલર સોનમ મલિક ઈજાના કારણે આ મહિનામાં અલ્માટીમાં યોજાનારી એશિયા રેસલિંગ ચેમ્પિયનશીપથી પીછેહઠ કરી છે. ૧૩ થી ૧૮ એપ્રિલ સુધી એશિયા ચેમ્પિયનશિપ યોજાનાર છે. મહિલા ટીમના મુખ્ય કોચ કુલદીપ મલિકે આઈએએનએસને જણાવ્યું કે સ્થાનિક તબીબી નિષ્ણાતની સલાહ લીધા બાદ સોનમને ટૂર્નામેન્ટમાંથી વિરામ આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. મલિકના જણાવ્યા મુજબ, એશિયા ઓલિમ્પિક ક્વોલિફાયરમાં સેમિ-ફાઇનલ મેચ સમયે સોનમને ઈજા થઈ હતી પરંતુ તે પાછો આવી ગઈ હતી અને મેચ જીતીને ઓલિમ્પિક ક્વોટા જીતી ગઈ હતી. કોચે કહ્યું, "મને ખાતરી છે કે તે જલ્દીથી સ્વસ્થ થઈ જશે. રાષ્ટ્રીય ટીમ ૧૯ એપ્રિલે પરત ફરશે પરંતુ સોનમ જલ્દીથી ઘરે પરત ફરશે."