સિડની 

જસપ્રિત બુમરાહે પ્રથમ શ્રેણીની કેરીયરમાં પ્રથમ અર્ધ શતક બાદ, ભારતીય ઝડપી બોલરોએ પોતાની તાકાતનુ પ્રદર્શન જારી રાખ્યુ છે. બીજી અભ્યાસ મેચ દરમ્યાન ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા ભારતીય ટીમે 194 રન કર્યા હતા. જેમાં બુમરાહના 55 રન હતા. પરંતુ હવે ઓસ્ટ્રેલીયાની ઇનીંગને પણ ભારતીય બોલરોએ 108 રનમાં જ સમેટી લીધી છે. જેને લઇને ભારતીય એ ટીમ હવે 86 રન થી આગળ છે.

શામીએ 29 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. નવદિપ સૈનીએ પણ ત્રણ વિકેટ ઝડપી હતી અને બુમરાહ બે વિકેટ મેળવી હતી. સિરાજે એક વિકટ મેળવી હતી. ઓસ્ટ્રેલીયા એ ટીમ 32.2 ઓવર જ મેદાનમાં રહી શકી હતી અને પેવેલીયન પરત ફરી ગઇ હતી. ઓસ્ટ્રેલીયાએ એ ટીમના અનુભવી ચાર ખેલાડીઓ જ બે આંકડે રન કરી શક્યા હતા. જેમાં માર્કસ હેરીસ 26, નિક મેડિનસન 19, કેપ્ટન એલેક્સ કેરી 32 રન અને વિલ્ડરમઠ 12 રન નો સ્કોર કરી શક્યા હતા. પ્રથમ ટેસ્ટ માટે ઓપનર બેટ્સમેનોનુ સંશોધન કરી રહેલ ઓસ્ટ્રેલાને અહી તેમની એ ટીમ પ્રભાવિત કરી શકી નહી.