બ્રિસ્બેન

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે બ્રિસબેનમાં ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ઓસ્ટ્રેલીયાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ ગાબા મેદાન પર રમાઇ રહી છે. ઓસ્ટ્રેલીયાએ પ્રથમ બેટીંગ ઇનીંગ રમતા લાબુશેનની સદીની મદદથી 369 રન દશ વિકેટે કર્યા હતા. હાલમાં સિરીઝ 1-1 થી બરાબરી પર ચાલી રહી છે. અંતિમ ટેસ્ટ નિર્ણાયક બની રહેશે. પ્રથમ ઇનીંગ દરમ્યાન ટેસ્ટ ડેબ્યુ કરનારા સિરાજ અને વોશિંગ્ટન સુંદરે 3-3 વિકેટ ઝડપી હતી. 

ઓસ્ટ્રેલીયાના બંને ઓપનરોને શરુઆતમાં જ ભારતીય બોલરોએ ઝડપથી પેવેલીયન પહોંચાડી દીધા હતા. બાદમાં મધ્યક્રમની બેટીંગના સહારે ઓસ્ટ્રેલીયા સન્માનજનક સ્કોર તરફ આગળ વધી શક્યુ હતુ. માર્નસ લાબુશેને 108 રનની ઇનીંગ રમી હતી, જ્યારે કેપ્ટન ટીમ પેન એ 50 રન કર્યા હતા. એક સમયે 315 રન પર આઠ વિકેટ ઓસ્ટ્રેલીયાએ ગુમાવી દેતા પ્રથમ ઇનીંગ ઝડપથી સમેટાઇ જવાની આશા બંધાઇ હતી. નવમી અને દશમી વિકેટે ધીમી રમત વડે, રન કરીને રમતને લંબાવતા પ્રથમ ઇનીંગ 369 ના સ્કોર પર પુરી થઇ હતી. 

ઓસ્ટ્રેલીયા સામે મહંમદ સિરાજને આજે એક જ વિકેટ મેળવીને સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે ટેસ્ટ મેચમાં ડેબ્યુ કરનારા બંને બોલરોએ શાનદાર પ્રદર્શન દેખાડ્યુ હતુ. ટી નટરાજન અને વોશિંગ્ટન સુંદરે 3-3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત શાર્દુલ ઠાકુરે પણ ત્રણ વિકેટ ઝડપીને શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ભારતે મોટા સ્કોરને પાર કરતી પ્રથમ ઇનીંગ રમવાની જવાબદારી નિભાવવાની છે.