ફ્રાન્સ  

ફ્રાન્સ ફુટબોલે કોરોનાને કારણે તેનું વાર્ષિક બૈલન ડી’ઓર એ એવોર્ડ રદ કરીને ઓલ ટાઈમ ઈલેવન જાહેર કર્યું, એ માટે દેશો માટે ક્ષેત્રોના પત્રકારોએ મતદાન કર્યું હતું. ફ્રાન્સ ફુટબોલ દ્વારા સર્વકાલિક મહાન ફુટબોલ ટીમ બૈલન ડી’ઓર ડ્રીમ ટીમમાં લિયોનલ મેસ્સી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને ડિએગો મેરાડોનાને સામેલ કરવામાં આવ્યા છે. આ ટીમમાં બ્રાઝિલના મહાન ફુટબોલર પેલે, મારાડોના, ગોલકીપર લેવ યાશિન ડિફેન્ડર કાફૂફ્રાંજ બેકેનબર અને પાઉલો માલ્દીનો અને મિડફિલ્ડર જાવી અને લોથામ મૈથ્યૂઝને સામેલ કરવામાં આવ્યા છે. રેકોર્ડ ૬ વાર બૈલન ડી’ઓર પુરસ્કાર જીતનાર મેસ્સી અને પાંચ વાર ફુટબોલનો આ સૌૈથી મોટા વ્યક્તિગત ટાઈટલ પ્રાપ્ત કરનાર રોનાલ્ડોને આ ટીમમાં જગ્યા આપવા પર ખુશી વ્યક્ત કરી છે.

ઓલ ટાઇમ ઇલેવન બૈલન ડી’ઓર ડ્રીમ ટીમ

• ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

• લિયોનલ મેસ્સી

• પેલે

• ડિએગો મેરાડોના

• લેવ યાશિન (ગોલકીપર)

• કાફૂ

• ફ્રાંજ બેકેનબર

• પાઉલો માલ્દીની

• જાવી

• લોથાર મૈથ્યૂઝ

• રોનાલ્ડો નજારિયો