મેડ્રિડ 

રીઅલ મેડ્રિડ અને માન્ચેસ્ટર સિટી અહીં મંગળવાર અને બુધવારે યોજાનારી છેલ્લી ૧૬ ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ મેચની બાકીની મેચ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરશે. રીઅલ મેડ્રિડનો મુકાબલો એટલાન્ટા સામે થશે જેનો તે પ્રથમ ચરણમાં ૧-૦ જીતી ગયો હતો. ઈજાના કારણે બહાર રહેલા કરીમ બેન્ઝેમા ફરીથી ફોર્મમાં છે. જે રીઅલ મેડ્રિડના હુમલાને મજબૂત બનાવશે. બેન્ઝેમાએ વાપસી બાદ બે મેચમાં ત્રણ ગોલ કર્યા છે. તેના સિવાય કપ્તાન રામોસ પણ આ મેચ માટે ઉપલબ્ધ રહેશે.

માન્ચેસ્ટર સિટીનો મુકાબલો બોરૂસિયા મોન્શેંગલાબખ સાથે થશે. જેમને તેણે પ્રથમ લેગ ૨-૦ માં હરાવ્યો હતો. ગલાબખને ફેબ્રુઆરીથી તમામ છ મેચોમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે અને તેમનો કોચ માર્કો રોઝ આગામી સીઝનમાં બોરૂસીયા ડોર્ટમંડમાં જાેડાશે. પહેલા લેગની જેમ આ મેચ પણ બ્રિટનની જગ્યાએ હંગેરીમાં રમાશે. સિટી પ્રીમિયર લીગમાં ૧૪ પોઇન્ટથી આગળ છે અને તેથી તે પ્રથમ વખત ચેમ્પિયન્સ લીગનું ટાઇટલ જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. અગાઉના યુરોપિયન ચેમ્પિયન બાયર્ન મ્યુનિચનો સામનો લેઝિયો સાથે થશે. પ્રથમ તબક્કામાં ૪-૧ ની જીત બાદ અંતિમ આઠમાં પહોંચવું લગભગ નિશ્ચિત છે. ફિફાના શ્રેષ્ઠ ફૂટબોલર રોબર્ટ લવાન્ડોવસ્કીનું સારું પ્રદર્શન રહેશે. તેણે બુડેસ્લિગાની ત્રણ મેચમાં છ ગોલ કર્યા હતા. તે જ સમયે ચેલ્સિયાની ટીમનો સામનો એટલીટીકો મેડ્રિડ સાથે થશે અને ઇંગ્લેન્ડમાં ચાલી રહેલી કોઈપણ પ્રીમિયર લીગ ટીમની આ એકમાત્ર મેચ છે.