આઇસીસી ટેસ્ટ રેન્કિંગઃ કોહલી પાંચમા નંબરે સરક્યો
11, ફેબ્રુઆરી 2021

ચેન્નાઇ

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ બુધવારે લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું. તેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બેટ્‌સમેન રેન્કિંગમાં એક સ્થાનના નુકસાન સાથે પાંચમા ક્રમે આવી ગયો છે. નવેમ્બર ૨૦૧૭ પછી પહેલીવાર કોહલી આટલા નીચેના ક્રમે આવ્યો છે.

ચેન્નઈ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં ૫૦ રનની ઇનિંગ્સ રમનાર ઓપનર શુભમન ગિલને ૭ સ્થાનનો ફાયદો થયો છે. તે ૪૦મા ક્રમે પહોંચી ગયો છે. જ્યારે અણનમ ૮૫ રન બનાવનાર વોશિંગ્ટન સુંદરને ૨ સ્થાનનો ફાયદો થયો છે. તે ૮૧મા ક્રમે પહોંચી ગયો છે.

કોહલી સિવાય ટીમ ઇન્ડિયાની નવી વોલ ચેતેશ્વર પૂજારા પણ ટોપ-૧૦માં છે. પ્રથમ ટેસ્ટ પછી તે સાતમા ક્રમે યથાવત રહ્યો છે. ચેન્નઈ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ૯૧ રનની ઇનિંગ્સ રમનાર ઋષભ પંતે ૧૩મો ક્રમ જાળવી રાખ્યો છે.

જ્યારે ટીમ ઇન્ડિયા સામે ચેન્નઈમાં ડબલ સેન્ચુરી મારનાર ઇંગ્લેન્ડના કેપ્ટન જાે રૂટને ૨ સ્થાનનો ફાયદો થયો છે. તે ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. ન્યૂઝીલેન્ડ નો કેપ્ટન કેન વિલિયમ્સન ૯૧૯ પોઈન્ટ્‌સ સાથે ટોપ પર છે, જ્યારે સ્ટીવ સ્મિથ ૮૯૧ પોઈન્ટ્‌સ સાથે બીજા ક્રમે છે.

ટોપ-૧૦ બેટ્‌સમેનઃ

રેન્ક પ્લેયર દેશ પોઈન્ટ્‌સ

૧ કેન વિલિયમ્સન ન્યૂઝીલેન્ડ ૯૧૯

૨ સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા ૮૯૧

૩ જો રૂટ ઇંગ્લેન્ડ ૮૮૩

૪ માર્નસ લબુશેન ઓસ્ટ્રેલિયા ૮૭૮

૫ વિરાટ કોહલી ભારત ૮૫૨

૬ બાબર આઝમ પાકિસ્તાન ૭૬૦

૭ ચેતેશ્વર પૂજારા ભારત ૭૫૪

૮ હેનરી નિકોલસ ન્યૂઝીલેન્ડ ૭૪૭

૯ બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડ ૭૪૬

૧૦ ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા ૭૨૪

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution