જોહાનિસબર્ગ 

સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યોહાન બોથા નિવૃત્ત થઈ ગયો હતો પરંતુ હવે તે નિવૃત્તિમાંથી પરત ફરી રહ્યો છે. ગયા વર્ષે તે ઓસ્ટ્રેલિયામાં બિગ બેશમાં રમ્યો હતો. એ વખતે સિડની સિક્સર્સ સામેની મેચમાં હોબાર્ડનો પરાજય થયો ત્યાર બાદ બોથાએ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ જવાનો ર્નિણય લીધો હતો. જો કે ૩૮ વર્ષના બોથાએ હવે ફરીથી ક્રિકેટ રમવાનો ર્નિણય લીધો છે. આ વખતે તે ૨૦૨૦-૨૧ની સિઝનમાં બિગ બેશ ટી૨૦ લીગમાં ફરીથી હોબાર્ટ હરિકેન્સ માટે જ રમવાનો છે.

હોબાર્ટ હરિકેન્સ માટે નેપાળનો સ્ટાર સ્પિનર સંદીપ લામિછાણે રમવાનો હતો પરંતુ તાજેતરમાં જ તેને કોરોના આવ્યો હતો. સંદીપે ખુદે જ જાહેર કર્યું હતું કે તે કોરોનાગ્રસ્ત છે. આ સંજાેગોમાં તે બિગ બેશમાં રમવાનો નથી. આમ સંદીપને સ્થાને હોબાર્ટે આ વખતે પણ યોહાન બોથાને જ ટીમમાં સામેલ કરવોન ર્નિણય લીધો છે