છેલ્લા કેટલાક સમયથી ઈન્ડીયન પ્રીમીયર લીગ (આઈપીએલ)ના આયોજનને લઈને મતમતાંતર ચાલી રહ્યા છે. આખરે ગઈકાલે આઈપીએલ કાઉન્સીલનાં ચેરમેન બ્રિજેશ પટેલે ટુર્નામેન્ટને યુએઈ (યુનાઈટેડ આરબ ઈમિરાત) શિફટ કરવાની વાતને સમર્થન આપ્યું હતું. બીસીસીઆઈ આ મામલે સરકારની મંજુરીની રાહ જોઈ રહ્યું છે.આ મામલે ઈમિરેટસ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)ને પણ હજુ જાણ કરાઈ નથી. 24 જુલાઈના રોજ આઈપીએલની યોજાનાર બેઠકમાં આખરી નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે.દિવાળીમાં આઈપીએલનાં આયોજન મામલે બીસીસીઆઈ બ્રોડકાસ્ટર માટે અન્ય વિકલ્પો પર વિચારણા કરી રહ્યું છે.

જેમકે, સાંજે 7.30 કલાકે મેચ શરૂ કરવા, આઈપીએલની શરુઆત 26 સપ્ટેમ્બરના બદલે 19 સપ્ટેમ્બરે કરવી, સાઉથ આફ્રિકા સાથે થ્રી મેચ વાઈટ બોલ સિરિઝ ભારત અને સાઉથ આફ્રિકાનો વાઈટબોલ મેચ મહત્વનો સાબીત થઈ શકે છે.આ વિકલ્પો બીસીસીઆઈ સ્ટાર સમક્ષ રજુ કરશે. આઈપીએલની અંતિમ તારીખને લઈને ખુદ બીસીસીઆઈ પાસે પણ વિકલ્પો નથી. આ તમામમાં આઈપીએલ મેચનો સમય 7.30 વાગ્યાનો (યુએઈ મુજબ 5 કલાક) કરવામાં આવે તેવી શકયતા વધારે છે. આ ઉપરાંત આઈપીએલની તારીખ આગળ એટલે કે 19 સપ્ટેમ્બર કરવામાં આવે તે પણ શકય છે.' તેઓ 4 વાગ્યાના મેચોના સમય ટાળવા માંગે છે તેથી એક સપ્તાહ વહેલો મેચ શરૂ કરવો તે પણ સારો વિકલ્પ છે.' તેવું આધિકારીક સૂત્રોએ જણાવ્યું હતું.