દિલ્હી

ભારતની પુરૂષો અને મહિલા હોકી ટીમોના મુખ્ય જૂથના ખેલાડીઓને આ વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં યોજાનારી ટોક્યો ઓલિમ્પિક રમતો સુધી સરકારનો ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ યોજના (ટોપ્સ) હેઠળ માસિક રૂ. ૫૦,૦૦૦ ભથ્થું મળશે. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાંઇ) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, 'મિશન ઓલિમ્પિક સેલે ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ યોજના હેઠળ ભારતીય પુરુષો અને મહિલા હોકી ટીમના દરેક સભ્ય માટે ૫૦,૦૦૦ રૂપિયાના ભથ્થાને મંજૂરી આપી છે.'

ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીતસિંહે આ ર્નિણયને આવકાર્યો છે. તેમણે કહ્યું, 'ટોક્યો ઓલિમ્પિક રમતોત્સવની તૈયારી કરી રહેલા પુરુષોના મુખ્ય જૂથના તમામ ખેલાડીઓ માટે આ એક મોટી પ્રોત્સાહન છે. અમે આ સમાચાર સાંભળીને ખૂબ જ ખુશ છીએ અને સરકારનો આભાર માગીએ છીએ. મનપ્રીતે કહ્યું, અમારા ઘણા ખેલાડીઓની નાણાકીય સ્થિતિ સારી નથી અને આ ભથ્થું સાથે તેઓ કોઈ પણ અવરોધ વિના ઓલિમ્પિક રમતો સુધી રમત સાથે જોડાયેલા રહેવા સક્ષમ બનશે." આ ર્નિણયથી ૫૮ હોકી ખેલાડીઓ લાભ મેળવશે. જેમાં ૩૩ પુરુષ અને ૨૫ મહિલા ખેલાડીઓ સામેલ છે. આ પહેલી વાર છે જ્યારે મહિલા ટીમને ટોપ્સ અંતર્ગત ભથ્થું આપવામાં આવી રહ્યું છે.