નવી દિલ્હી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL ની 14 મી સિઝનની શરુઆત પહેલા જ આઇપીએલની તમામ ટીમોને SOP થી વાકેફ કર્યા છે. BCCI દ્રારા તમામ ફેન્ચાઇઝી ટીમોને સૂચિત કર્યા છે કે, IPL સિઝન દરમ્યાન તેમને કોરોના વેક્સીનેશન  કરવામાં નહી આવે. જો કોઇ ખેલાડી કે અન્ય વ્યક્તિ કોરોના સંક્રમિત જણાઇ આવે છે તો, તેણે ઓછામાં ઓછુ 10 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવુ પડશે. પરિક્ષણમાં કોરોના નેગેટીવ રિપોર્ટ આવ્યા બાદ અન્ય ઐપચારિકતાઓ બાદ જ બાયો-બબલ માં ફરીથી સામેલ કરવામાં આવશે.

બબલ ઇંટીગ્રીટી મેનેજર્સ આ પ્રોસેસ પર બાજ નજર રાખશે અને કોઇ પણ પ્રકારે તેના ઉલંઘન પર ઉચ્ચાધિકારીઓને રિપોર્ટ કરશે, જોકે આઇપીએલ એ તે સ્પષ્ટ કર્યુ છે કે, કોઇ ખેલાડી કે અન્ય વ્યક્તિ ટુર્નામેન્ટના બાયોબબલમાં પ્રવેશ મેળવતા પહેલા વેકસીનેશન કરાવે છે તો, તેણે ક્વોરન્ટાઇન હેઠળ રહેવુ પડશે. અને ટેસ્ટીંગ પ્રોસેસ થી પસાર થવુ પડશે. બીસીસીઆઇ એ આ ગાઇડ લાઇનને આઇપીએલ ની SOP હેઠળ બીસીસીઆઇ એ આઇપીએલ માટે કુલ 12 બાયો-બબલ બનાવશે. જેમાં આઠ ટીમ માટે, બે મેચ અધિકારીઓ માટે અને બે મેચ મેનેજમેન્ટ ટીમ , જ્યારે 2 બ્રોડકાસ્ટર અને કોમેન્ટેટર અને ક્રુ માટે નિર્માણ કરાશે.

બીસીસીઆઇ દ્રારા જારી કરવામા આવેલી ગાઇડલાઇન્સ મુજબ કોઇ પણ વ્યક્તિ આઇપીએલ ના બાયોબબલમાં પ્રવેશ કરવા અગાઉ સાત દિવસ માટે ફરજીયાત ક્વોરન્ટાઇનમાં રેહવુ પડશે, જ્યારે ખેલાડી પોતાની નેશનલ ટીમના બાયોબબલ થી સિધા જ ફેન્ચાઇઝીના બાયોબબલમાં આવી શકે છે. બીસીસીઆઇ એ ખાસ પ્રકારે ભારત અને ઇંગ્લેંડની ટીમ ને મોટી રાહત આપી છે. આ સમયે બંને ટીમો સિરીઝ રમી રહી છે. આવામાં બીસીસીઆઇ એ ભારત અને ઇંગ્લેંડના ખેલાડીઓને ક્વોરન્ટાઇન સમય પસાર કર્યા વિના આઇપીએલ ફેન્ચાઇઝીના બાયોબબલમાં પ્રવેશની છુટ આપવામાં આવી છે.