નવી દિલ્હી

ભારતીય રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (આઈએસડબલ્યુએઆઈ) ને રમત ગમત મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય રમતગમત ફેડરેશન (એનએસએફ) તરીકેની સત્તાવાર માન્યતા મળી છે અને હવે તે સરકાર પાસેથી જરૂરી ભંડોળ અને ટેકો મેળવવાનો હકદાર છે. આઈએસડબલ્યુએઆઈ એ શનિવારે જારી કરેલા એક નિવેદનમાં આ માહિતી આપી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રમત મંત્રાલયે અમને રાષ્ટ્રીય સ્પોર્ટ્‌સ ફેડરેશન તરીકે માન્યતા આપી છે અને અન્ય ફેડરેશનને આપવામાં આવતી સુવિધાઓ હવે ભારતીય શૈલીની ભારતીય રેસલિંગ ફેડરેશન સુધી વિસ્તૃત કરવામાં આવશે. રમત મંત્રાલયે ૮ માર્ચના આદેશમાં આઈએસડબલ્યુએઆઈ ને એનએસએફ તરીકે માન્યતા આપી હતી. આ સંગઠનની રચના ૧૯૫૮ માં કરવામાં આવી હતી અને છેલ્લા ૬૦ વર્ષથી અસ્તિત્વમાં છે.