દુબઈઃ

ભારતીય ટીમ વિરુદ્ધ એકવાર ફરી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચમી ટી૨૦ મેચમાં સ્લો ઓવર રેટ માટે ભારતીય ટીમને દંડ ફટકારવામાં આવ્યો છે. ભારતીય ખેલાડીઓ પર મેચ ફીના ૪૦ ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ સિરીઝમાં ભારતીય ટીમને બીજીવાર દંડ થયો છે. પહેલા સ્લો ઓવર રેટ બદલ ૨૦ ટકાનો દંડ ફટકારવામાં આવ્યો હતો

ભારતીય ટીમે નક્કી સમય કરતા બે ઓવર ઓછી કરી અને આ કારણે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આઈસીસીના આર્ટિકલ ૨.૨૨ પ્રમાણે ભારતીય ટીમ પર દરેક ઓવર માટે ૨૦ ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ બીજીવાર છે જ્યારે એક જ સિરીઝમાં ભારતીય ટીમ પર બે વખત દંડ લાગ્યો છે. ઓન ફીલ્ડ અમ્પાયર અનિલ ચૌધરી, નિતિન મેનન અને અર્થ અમ્પાયર કેએન અનંતપદ્મનાભને ચાર્જ લગાવ્યો અને કેપ્ટન વિરાટ કોહલીએ સજા સ્વીકારી લીધી છે. તેથી કોઈ ઔપચારિક સુનાવણીની જરૂપ પડી નથી. વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમે બીજા ટી૨૦ મુકાબલામાં નક્કી સમય કરવા એક ઓવર ઓછી ફેંકી હતી. ત્યારબાદ મેચ રેફરી જવાગલ શ્રીનાથે ભારતીય ટીમ પર દંડ ફટકાર્યો હતો. તમને જણાવી દઈએ કે પાંચમા ટી૨૦ મુકાબલામાં ભારતે ઈંગ્લેન્ડને ૩૬ રને પરાજય આપ્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાએ ૩-૨થી સિરીઝ કબજે કરી હતી.