પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની બાદ ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ પણ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. રૈના, જે ધોનીનો જોડીદાર હતો, રૈનાએ ધોની સાથે જ નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. રૈનાએ ઈન્સ્ટાગ્રામ પર ધોની અને ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ સાથે ફોટો પોસ્ટ કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે ધોની તમારી સાથે રમીને ઘણું સારું લાગ્યુ. હું સંપૂર્ણ ગર્વ સાથે આ યાત્રામાં તમારી સાથે જોડાવા માંગુ છું.

આ સાથે રૈનાએ ભારતનો આભાર માન્યો.તે જાણીતું છે કે એમએસ ધોની અને સુરેશ રૈનાની જોડી પણ ઓન-ફિલ્ડ અને ઓફ-ફિલ્ડમાં ઘણી લોકપ્રિય રહી છે. આઈપીએલની શરૂઆતથી જ બંને ખેલાડીઓ ચેન્નઈ સાથે સંકળાયેલા છે અને બંને વચ્ચેની મિત્રતાની પણ ખૂબ ચર્ચા થાય છે. આવી સ્થિતિમાં બંને ભાગીદારોએ સાથે મળીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે.સુરેશ રૈનાએ ટેસ્ટ ક્રિકેટમાં 768 રન બનાવ્યા હતા. જેમાં એક સદી અને 7 અડધી સદીનો સમાવેશ થાય છે. રૈનાએ વનડેમાં ઈન્ટરનેશનલમાં 5615 રન બનાવ્યા છે.

જેમાં 5 સદી અને 36 અડધી સદીનો સમાવેશ છે. વનડેમાં રૈનાનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 116 રન હતો. રૈનાએ 78 T-20 માં એક સદી અને પાંચ અડધી સદી સહિત કુલ 1605 રન બનાવ્યા છે.ભારતના સફળ કેપ્ટન અને કેપ્ટન કુલના નામથી જાણીતા બેટ્સમેન એમ એસ ધોનીએ નિવૃતિની જાહેરાત કરી છે. અચાનક નિવૃતિની જાહેરાત કરતા તેમના ચાહકોમાં નિરાશા છવાઈ છે. ભારતના સૌથી સફળ કેપ્ટનમાંના એક એમએસ ધોનીએ ભારતને ટી20 અને વન ડેમાં વિશ્વ વિજેતા બનાવી હતી. ધોનીએ ઘણા સમયથી ક્રિકેટ રમી નથી.