શેન વોર્ન 'ધ હન્ડ્રેડ' દરમિયાન કોરોના પોઝિટિવ, કવોરંટાઇનમાં સમય પસાર કરવો પડશે
02, ઓગ્સ્ટ 2021

લંડન

મહાન સ્પિનરોમાંથી એક શેન વોર્ન કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને હવે તે સ્વ-અલગતામાં છે. વોર્ન 'ધ હન્ડ્રેડ' ટીમ લંડન સ્પિરિટના મુખ્ય કોચ તરીકે કાર્યભાર સંભાળી રહ્યો છે. તેમના સિવાય ટીમ મેનેજમેન્ટના અન્ય સભ્યનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. લોર્ડ્સમાં સધર્ન બ્રેવ સામે સ્પિરિટ ટીમની મેચ પહેલા રવિવારે સવારે વોર્નનું સ્વાસ્થ્ય બગડ્યું હોવાનું નોંધાયું હતું.

ક્રિકઇન્ફોના એક અહેવાલ અનુસાર વોર્નનું બાદમાં કોરોના માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય RT-PCR ટેસ્ટના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જો કે હમણાં સુધી સ્પિરિટ ટીમના કોઈ ખેલાડીને અસર થઈ હોવાના અહેવાલ નથી.

ધ હન્ડ્રેડની શરૂઆત બાદ કોવિડ-19 થી સંક્રમિત થયેલા વોર્ન બીજા મુખ્ય કોચ છે. તેમના પ્રથમ ટ્રેન્ટ રોકેટ્સના મુખ્ય કોચ એન્ડી ફ્લાવર પણ ગયા સપ્તાહના અંતમાં આ જીવલેણ વાયરસથી સંક્રમિત જોવા મળ્યા હતા. વોર્નની સ્પિરિટ ટીમે લીગમાં પોતાની પ્રથમ ત્રણ મેચમાંથી બે હારી છે, જ્યારે એક મેચનું પરિણામ આવ્યું નથી. વોર્નની ગેરહાજરીમાં નોર્થમ્પ્ટનશાયરના મુખ્ય કોચ અને સ્પિરિટના સહાયકોમાંના એક ડેવિડ રિપ્લે મુખ્ય કોચ તરીકેની જવાબદારી સંભાળશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution