કોરોના વાયરસે આખા ભારતમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે હજારો લોકો આ વાયરસના કારણે મોતને ભેટ્યા છે. ત્યાર કોરોના વાયરસે ભારતના દિગ્ગજ ફૂટબોલર ઈહમ્સાકોયાને પોતાનો શિકાર બનાવ્યો હતો. તેમણે શનિવારે દુનિયાને અલવિદા કહ્યું હતું. આ દિગ્ગજ ખેલાડીનો પાંચ સભ્યનો પરિવાર કોરોના સંક્રમિત છે. જેમની સારવાર ચાલી રહી છે. ગત મહિને જહમ્સાકોયા સડક માર્ગથી પોતાની પત્ની, બહુ અને બે પૌત્ર સાથે પોતાના ઘરે પરત ફર્યા હતા. ઉલ્લેખનીય છે કે પૂર્વ સંતોષ ટ્રોફી ફૂટબોલર ઈ હમ્સાકોયાનું શનિવારે હોસ્પિટલમાં કોવિડ-૧૯ની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ખેલાડી સહિત કેરળ રાજ્યમાં કોરોનાથી મરનારની સંખ્ય ૧૫ સુધી પહોંચી છે. પારાપ્પાનાંગડીના નિવાસીહમ્સાકોયા ૬૧ વર્ષના હતા. મુંબઈથી તેઓ બસના માર્ગે પોતાના ગૃહનગર આવ્યા હતા. તેઓ સંતોષ ટ્રોફીમાં મહારાષ્ટ્ર રાજ્ય માટે રમ્યા હતા અને પ્રખ્યાત ક્લબ મોહન બાગાન અને મોહમ્મડન સ્પોટ્‌ર્સ ક્લબ માટે રમ્યા હતા. તેમણે નહેરુ ટ્રોફીમાં રાષ્ટ્રીય ટીમ માટે પણ રમ્યા હતા. મલ્લાપુરમ જિલ્લા ચિકિત્સા અધિકારી ડો. કે સકીનાના જણાવ્યા પ્રમાણેહમ્સાકોયાની પત્ની અને પુત્રોમાં સૌથી પહેલા કોવિડ-૧૯ના લક્ષણ દેખાયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.