નવી દિલ્હી

અમદાવાદના ક્રિકેટ રસિકો માટે સૌથી ખુશીના સમાચાર આવી રહ્યાં છે. શહેરના જીએમડીસી મેદાનમાં એમએસ ધોની ક્રિકેટ એકેડમી આકાર લઇ રહી છે. જેના ઉપક્રમે ૪ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. હાલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પીચ બનવાની કામગીરી શરુ થઇ ગઇ છે. અમદાવાદના ક્રિકેટ રસિકો માટે સૌથી મોટા સમાચાર આવ્યાં છે.

શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં ક્રિકેટ એકેડમી આકાર લઇ રહી છે. યુનિવર્સિટીના છેવાડે જીએમડીસી ગ્રાઉન્ડમાં હાલ કામગીરી ચાલી રહી છે. જીએમડીસી ગ્રાઉન્ડમાં એમએસ ધોની ક્રિકેટ એકેડમી ઉપક્રમે ૪ ગ્રાઉન્ડ તૈયારી કરવામાં આવી રહ્યાં છે. ક્રિકેટ ગ્રાઉન્ડમાં હાલ પીચ બનાવાની કામગીર શરુ થઇ ગઇ છે. જેમાં બાળકો માટે પણ વિશેષ ગ્રાઉન્ડ તૈયાર કરાઇ રહ્યું છે.