નેપલ્સ

નેપોલી અને એટલાન્ટા વચ્ચેની ઇટાલિયન કપ ફૂટબૉલ ટૂર્નામેન્ટની સેમિફાઇનલનો પ્રથમ તબક્કો ગોલ વિનાનો અંત આવ્યો. સ્ટેડીયો ડિએગો આર્મન્ડો મેરેડોનામાં રમાયેલી આ મેચમાં એટલાન્ટા પાસે ગોલ કરવાની સારી તકો હતી પરંતુ તે તેનો લાભ લઈ શક્યા નહીં. નેપોલીના ગોલકીપર ડેવિડ ઓસ્પિનાએ ઘણા ઘણા ગોલ પ્રયાસો ને રોક્યા હતા. આ સેમિ ફાઇનલના વિજેતા ફાઇનલમાં યુવેન્ટસ અથવા ઇન્ટર મિલાનનો સામનો કરશે. યુવાન્તસે ક્રિસ્ટીઆનો રોનાલ્ડોના બે ગોલ સાથે મંગળવારે પ્રથમ લેગ સેમિફાઇનલ ૨-૧થી જીત્યો હતો. સેમિફાઇનલ્સનો બીજાે લેગ આવતા સપ્તાહે રમશે જ્યારે ફાઈનલ ૧૯ મેના રોજ યોજાશે. ગયા વર્ષે ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં નેપોલીએ યુવન્ટસને હરાવીને ટાઇટલ જીત્યું હતું.