વેલિંગ્ટન

ડેવિન કોનવે ૧૨૬ અને ડેરિલ મિશેલ અણનમ ૧૦૦ અને જેમ્સ નીશેમ (૫/૨૭) ની શાનદાર સદીની ઇનિંગ્સના આભાર અહીં બેસિન રિઝર્વ ગ્રાઉન્ડમાં ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને ૧૬૪ રનથી હરાવી જીત મેળવી હતી. શ્રેણી ૩-૦ ક્લીન સ્વીપ કર્યું હતું. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા૧૧૦ બોલમાં ૧૭ ચોગ્ગાની મદદથી ૧૨૬ અને મિશેલની નવ બોલમાં ૯૨ રન અને બે છગ્ગાની મદદથી ૫૦ ઓવરમાં છ વિકેટે ૩૧૮ રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમ ૪૨.૪ ઓવરમાં ૧૫૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

બાંગ્લાદેશ તરફથી મહેમૂદુલ્લાએ ૭૩ બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ ૭૬ રન બનાવ્યા હતા. આ પહેલા કોનવે અને મિશેલ સિવાય ન્યુઝીલેન્ડે માર્ટિન ગુપ્ટિલ દ્વારા ૨૬, હેનરી નિકોલ્સ દ્વારા ૧૮ અને કેપ્ટન ટોમ લેથમે ૧૮ રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી રુબેલ હુસેને ત્રણ વિકેટ લીધી હતી અને મુસ્તફિઝુર રહેમાન, તાસ્કીન અહેમદ અને સૌમ્યા સરકારે એક-એક વિકેટ લીધી હતી. બાંગ્લાદેશની ઇનિંગ્સમાં મહમૂદુલ્લાહ સિવાય લિટ્ટો દાસે ૨૧ અને મુશફિકુર રહીમે ૨૧ રન બનાવ્યા હતા. ન્યુઝિલેન્ડ તરફથી નીશમ સિવાય મેટ હેનરીએ ચાર અને કાયલ જેમિસને એક વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની વનડે સિરીઝ બાદ ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની પહેલી મેચ ૨૮ માર્ચથી હેમિલ્ટનમાં રમાશે.