"રાષ્ટ્રીય ટીમની જગ્યાએ IPLને પ્રાધાન્ય આપનાર ખેલાડીઓના પૈસા કાપી લેવા જોઇએ"

લંડન

ઇંગ્લેન્ડના પૂર્વ ઓપનર જ્યોફ્રી બાયકોટે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના ખેલાડીઓ પ્રત્યેના વલણને નરમ ગણાવતા કહ્યું કે, રાષ્ટ્રીય ટીમની જગ્યાએ ઈન્ડિયન પ્રીમિયર લીગને પ્રાધાન્ય આપનારા ખેલાડીઓના પૈસા કાપી લેવા જોઈએ.

જોકે ૮૦ વર્ષના બોયકોટ પોતાની કોલમમાં એ લખવાનું ભૂલા ગયા કે આઈપીએલમાં ભાગ લેનારા ખેલાડીઓએ તેમના ઘરેલુ ક્રિકેટ બોર્ડને તેમના પગારના ૧૦ ટકા ચૂકવવા પડે છે. ગયા અઠવાડિયે ઇંગ્લેન્ડના મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડે પુષ્ટિ કરી હતી કે આઇપીએલમાં રમતા ઇંગ્લેન્ડના ખેલાડીઓ આખી ટૂર્નામેન્ટ માટે ઉપલબ્ધ હશે.આનો અર્થ એ કે આઈપીએલ લીગના અંતિમ તબક્કામાં પહોંચેલી ટીમોના ઇંગ્લેન્ડના ખેલાડીઓ કદાચ ન્યુઝીલેન્ડ સામેની પ્રારંભિક ટેસ્ટ માટે ઉપલબ્ધ નહીં હોય. બાયકોટે કોલમમાં લખ્યું છે કે, આ બધા ખેલાડીઓએ ઈંગ્લેન્ડની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા પોતાની ઓળખ ઉભી કરી છે અને તેના માટે સારી ચૂકવણી પણ કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે, ખેલાડીઓએ ભૂલી જાય છે કે, ઇંગ્લેન્ડ માટે સારૂ પ્રદર્શન નહીં કરે તો તેઓને આઈપીએલમાં તક મળશે નહીં. આવી સ્થિતિમાં, તેણે ઇંગ્લેંડ પ્રત્યેની નિષ્ઠા દર્શાવવી જોઈએ અને તેનું ઋણ ચૂકવવું જોઈએ. આ પૂર્વ દિગ્ગજે કહ્યું કે, હું તેને પૈસા કમાવવાથી રોકવા માંગતો નથી, પરંતુ તે લોકો ઇંગ્લેંડની મેચને અવગણી શકે નહીં. તેમણે ઇસીબી પર ખેલાડીઓ પ્રત્યે નરમ વલણ અપનાવવાનો આરોપ લગાવતા રોટેશન નીતિની ટીકા કરી હતી.

તેમણે કહ્યું કે, ઇંગ્લેન્ડે ભારતમાં રોટેશન નીતિને યોગ્ય રીતે લાગુ કરી ન હતી અને તેઓએ ખેલાડીઓ સાથે નરમ વલણ છોડવું પડશે. જો ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમનો સાથ છોડીને વેકેશન પર જવા માંગતા હોય તો તેમનો પગાર કાપી લેવો જોઈએ. જ્યાં સુધી ખેલાડી આખી શ્રેણી માટે તેની ઉપલબ્ધતાની પુષ્ટિ ન કરે ત્યાં સુધી તેની પસંદગી થવી જોઈએ નહીં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution