દિલ્હી

રોહન બોપન્ના અને એસમ-ઉલ-હક કુરેશીની જોડી જેને ' ભારત-પાક એકસપ્રેસ' તરીકે ઓળખવામાં આવે છે. તે છ વર્ષ પછી ૧૫ માર્ચથી મેક્સિકોમાં રમાનાર અકાપૂલ્કો એટીપી-૫૦૦ માં ફરી એકવાર ટેનિસ કોર્ટમાં સાથે જોવા મળશે. અગાઉ આ જોડી ૨૦૧૪ શેન્જેન એટીપી-૨૫૦ સ્પર્ધામાં સાથે મળીને રમી હતી.

ભારત-પાકિસ્તાનના નબળા રાજદ્વારી સંબંધોને લીધે હેડલાઇન્સ બનાવનારી આ જોડીની સૌથી મોટી સફળતા ૨૦૧૦ ના યુએસ ઓપનની ફાઇનલમાં હતી. જેમાં તેઓ બ્રાયન ભાઈઓ સામે હારી ગયા. બોપન્નાએ તે સમયે તેની કારકિર્દીની શ્રેષ્ઠ ક્રમાંક ત્રીજા સ્થાને પહોંચ્યો હતો. ત્યારબાદ બોપન્નાએ ૨૦૧૨ ની ઓલિમ્પિકની તૈયારી માટે અનુભવી મહેશ ભૂપતિ સાથે મળીને જોડી બનાવવાનું નક્કી કર્યું હતું. ભારત અને પાકિસ્તાનની ૪૦ વર્ષીય જોડી માત્ર એક જ ટૂર્નામેન્ટમાં રમશે.

કુરેશીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે હમણાં અમે ફક્ત મેક્સિકોમાં રમવા માટે સાથે આવી રહ્યા છીએ. હજી સુધી અમે ભવિષ્ય વિશે વાત કરી નથી. પૂછવામાં આવ્યું કે શું આ લાંબી સમયની વ્યવસ્થા હોઈ શકે છે. કુરેશીએ કહ્યું આશા છે કે જો આ બરાબર ચાલે તો અમે ભવિષ્યમાં સાથે મળીને વધુ ટૂર્નામેન્ટ પણ રમી શકીશું.