વિમ્બલ્ડન

પોલેન્ડના ૧૪ માં ક્રમાંકિત હ્યુબર્ટ હરકાજ મંગળવારે અહીં પાંચ સેટની મેચમાં બીજા ક્રમાંકિત ડેનિલ મેદવેદેવને હરાવીને પ્રથમ વખત વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યો હતો. વરસાદને કારણે સોમવારે ચોથા સેટમાં મેચ બંધ કરવી પડી હતી. જોકે હરકાજે ચોથા અને પાંચમા સેટ જીત્યા બાદ મેચ ૨-૬, ૭-૬ (૨), ૩-૬, ૬-૩, ૬-૩ થી જીતી લીધી.

હરકાજે પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમ ઇવેન્ટના છેલ્લા આઠમાં પ્રવેશ કર્યો હતો. આ વર્ષે પ્રથમ વખત વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારો તે પાંચમો પુરુષ ખેલાડી છે. હરકાજ આગામી બુધવારે તેના આદર્શ રોજર ફેડરરનો સામનો કરશે.

પુરુષ વિભાગમાં હરકાજ ઉપરાંત પ્રથમ ખેલાડી વિમ્બલ્ડન ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરનારા ખેલાડીઓમાં કેનેડાના ડેનિસ શાપોવાલોવ, ઇટાલીના મેટ્ટીઓ બેરેટ્ટીની, હંગેરીના માર્ટન ફુક્સોવિચ અને રશિયાના કારેન ખાનાવનો સમાવેશ થાય છે.