/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

આજે પંજાબ કિંગ્સ સામે મોરિસ રાજસ્થાન રોયલ્સ માટે ટ્રમ્પ કાર્ડ રહેશે

મુંબઈ

ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સીઝનની ચોથી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વાનખેડે સ્ટેડિયમમાં આમને-સામને હશે. બ્રાન્ડિંગની સાથે-સાથે નવા ચહેરા લઈને પંજાબની ટીમ પ્રથમવાર ટાઇટલ જીતવાના ઈરાદા સાથે ઉતરશે. પંજાબની ટીમે આ સીઝનમાં પોતાની ટીમનું નામ બદલી પંજાબ કિંગ્સ કરી દીધુ છે તો રાજસ્થાન રોયલ્સની ટીમ નવા કેપ્ટન સંજુ સેમસનની આગેવાનીમાં ઉતરશે. પંજાબની બેટિંગ મજબૂત જોવા મળી રહી છે. રાજસ્થાન રોયલ્સને જોફ્રા આર્ચરની ખોટ પડશે, જે ઈજાને કારણે શરૂઆતી મેચમાં રમશે નહીં. 

બીજીતરફ રાજસ્થાન રોયલ્સ પણ નવા ખેલાડી સાથે આવી છે. નવા કેપ્ટન પાસે ટીમને ઘણી આશા છે. ટીમમાં ક્રિસ મોરિસ જેવો ઓલરાઉન્ડર છે. તો બેન સ્ટોક્સ અને જોસ બટલર પાસે ટીમને મોટી આશા હશે. બન્ને ટીમો વચ્ચે આ મુકાબલો રોમાંચક રહે તેવી આશા છે. પંજાબ પ્રથમ મેચમાં ક્રિસ ગેલને અંતિમ ઇલેવનમાં સ્થાન આપે છે કે નહીં તે જોવાનું રહેશે. મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે ૭.૩૦ વાગ્યે શરૂ થશે

રાજસ્થાન રોયલ્સ:

સંજુ સેમસન, બેન સ્ટોક્સ, જોસ બટલર, રાયન પરાગ, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવાતીયા, મહિપાલ લોમર, કાર્તિક ત્યાગી, એન્ડ્રુ ટાય, જયદેવ ઉનાડકટ, મયંક માર્કંડે, યશસ્વી જયસ્વાલ, અનુજ રાવત, ડેવિડ મિલર, મનન વ્હોરા, રોબિન ઉથપ્પા , શિવમ દુબે, ક્રિસ મોરિસ, મુસ્તફિઝુર રહેમાન, ચેતન સાકરીયા, કેસી કેરીઆપ્પા, લીમ લિવિંગસ્ટોન, કુલદીપ યાદવ, આકાશ સિંઘ.

પંજાબ કિંગ્સ: 

કેએલ રાહુલ (કેપ્ટન / વિકેટકીપર), મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, મનદીપ સિંહ, પ્રભાસિમરન સિંહ, નિકોલસ પૂરણ (વિકેટકીપર), સરફરાઝ ખાન, દિપેન્દર હૂડા, મુરુગન અશ્વિન, રવિ બિશ્નોઈ, હરપ્રીત બ્રાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંઘ, ઇશાન પોરેલ, દર્શન નલકંડે, ક્રિસ જોર્ડન, ડેવિડ મલાન, ઝેહ રિચાર્ડસન, શાહરૂખ ખાન, રિલે મેરિડિથ, મોઇઝ્સ હેનરિક, જલાજ સક્સેના, ઉત્કર્ષ સિંઘ, ફેબિયન એલન, સૌરભ કુમાર.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution