દિલ્હી-

ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાની તબિયત ફરી અચનાક લથડી છે. ચોપડા મેડલ જીત્યા પછી દસમા દિવસે મંગળવારે પાનીપત પહોંચ્યા હતા. સમાલખાના હલ્દાના બોર્ડર વર તેમનો કાફલો ખંડરા ગામ પહોંચ્યો હતો. ખંડરામાં સ્વાગત કાર્યક્રમથી નીરજને મંચની પાછળથી લઈ જવામાં આવ્યો હતો. અહેવાલ આવી રહ્યા છે કે નીરજની તબિયત ખરાબ થવાના કારણે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, કઈ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે, તેની જાણકારી હજુ સામે આવી નથી. મળતી માહિતી મુજબ નીરજને 3 દિવસથી સતત તાવ આવી રહ્યો છે, પરંતુ તેમનો કોવિડ-19 રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડા છેલ્લા ઘણા દિવસથી બિમાર છે.