મેલબર્ન

૨૦ વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન નડાલે બે કલાકથી ઓછા સમયમાં વિશ્વના ૫૬ માં ક્રમાંકિત ખેલાડી સામે ૬-૩, ૬-૪, ૬-૧થી જીત મેળવી હતી. બીજા સેટમાં જ્યારે નડાલ સેટ જીતવા માટે સર્વિસ કરી ત્યારે જેયર ને ત્રણ બ્રેક પોઇન્ટ માંડ્યો હતો મળ્યા હતા પણ તે તેનો ફાયદો મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો. તે ત્રીજા સેટમાં પણ બ્રેક પોઇન્ટ પર કમાણી મેળવવામાં નિષ્ફળ ગયો. સ્પેનના ૩૪ વર્ષીય નડાલે આ મેચ દરમિયાન કમરની સમસ્યા અંગે કોઈ સંકેત આપ્યો ન હતો, પણ તેની વર્ષની ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ માટેની તૈયારીઓને અસર કરી છે. ગયા અઠવાડિયે તે એટીપી કપમાં સ્પેન માટે રમ્યો ન હતો, જ્યારે તે પ્રેક્ટિસ દરમિયાન સખત પીઠથી તકલીફ થી પીડાતો હતો. નડાલ હવે બીજા રાઉન્ડ માં માઈકલ મોહ સામે રમશે

એટીપી કપનો ખિતાબ જીતનાર રશિયન ટીમના ખેલાડીઓ જોકે સારા ફોર્મમાં જોવા મળ્યા હતા. વિશ્વનો ચોથો ક્રમાંકિત ડેનિલ મેદવેદેવે વાસેક પોસ્પીસિલને ૬-૨,૬-૨,૬-૪ થી હરાવીને સતત ૧૫ મેચ જીતવાના ક્રમ ને આગળ વધાર્યો હતો, જ્યારે સાતમાં ક્રમાંકિત આન્દ્રે રુબલેવએ યાનીક હેનફમેનને ૬-૩,૬-૩,૬-૪ થી પરાજિત કર્યો હતો.