ચેન્નાઇ

ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલ પ્રથમ ટેસ્ટનો પ્રથમ દિવસ મેહમાન ટીમના નામે રહ્યો. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન રૂટે પોતાના 100માં ટેસ્ટમાં અણનમ 128 રનની ઇનિંગ રમીને એ નિર્ણયને સાબિત કરવાનું કામ કર્યું. પરંતુ દિવસના અંતે જસપ્રીત બુમરાહે 87ના સ્કોર પર રમી રહેલ સિબ્લેની મહત્ત્વની વિકેટ લઈને ટીમ ઇન્ડિયાની મેચમાં વાપસીનો પૂરો પ્રયત્ન કર્યો હતો.

ઇંગ્લેન્ડને પ્રથમ દિવસે ત્રણ વિકેટ ગુમાવીરને 263 રન બનાવ્યા હતા. બુમરાહને છોડીને કોઈપણ ભારતીય બોલર ઇંગ્લન્ડના બેટ્સમેન સામે ટકી શક્યા ન હતા. બુમરાહે 18.3 ઓવરમાં 40 રન આપીને સિબ્લે અને લોરેન્સની વિકેટ લીધી હતી.

સચિન-શ્રીનાથનો રેકોર્ડ તોડ્યો

ટીમ ઇન્ડિયાના નંબર વન બોલર બની ગેયલ જસપ્રીત બુમરાહ ભારતીય ધરતી પર પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી અને તે આ મેચને ખાસ બનાવવામાં કોઈ કસર નથી છોડવા માગતો. બુમરાહે ઇન્ડિયામાં પ્રથમ ટેસ્ટ રમવા માટે 17 મેચ સુધી રાહ જોવી પડી. આ પહેલા કોઈપણ ભારતીય ખેલાડીએ પોતાની જમીન પર રમવા માટે આટલી લાંબી રાહ નથી જોવી પડી.

જસપ્રીત બુમરાહ શ્રીનાથ અને સચિન તેંડુલકરને પાછળ છોડવામાં સફળ રહ્યો છે. શ્રીનાથે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા બાદ વિદેશી ધરતી પર 12 ટેસ્ટ રમી હતી અને બાદમાં તેને ભારતમાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. આરપી સિંહને પણ ઇન્ડિયામાં રમવા માટે 11 ટેસ્ટ સુધી રાહ જોવી પડી હતી. સચિન અને નેહરાએ 10-10 મેચ વિદેશી દરતી પર રમ્યા બાદ ભારતમાં ડેબ્યૂ કર્યું હતું.

ત્રણ વર્ષા જેટલા ગાળામાં જ જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સૌથી વિશ્વાસપાત્ર બોલર બની ગયો છે. બુમરાહે 17 ટેસ્ટમાં 21.59ની સરેરાશથી 79 વિકેટ લીધી છે. એટલું જ નહીં બુમરાહ પાંચ વખત એક જ ઇનિંગમાં પાંચ વિકેટ લઈ ચૂક્યો છે.